REVIEW
Wrong Side Raju :
સૌથી પહેલા તો ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારથી જ ફિલ્મ પાસેથી ઘણી બધી આશા અપેક્ષા હતી કે ફિલ્મ સારી જ હશે અને સાચે એવું જ થયું છે. 'રોંગ સાઈડ રાજુ' અપેક્ષા કરતાં પણ ઘણી સારી ફિલ્મ છે.
નિર્માણ: ફેન્ટમ પ્રોડકશનનું નામ ગુજરાતી ફિલ્મમાં વાંચીએ ત્યારે જ ચહેરા પર સ્માઇલ આવી જાય અને હા, આ ફિલ્મનુ નિર્માણ 'ફેન્ટમ' અને 'સિનેમેન' એટલે કે બંને મોટા દરજ્જાના પ્રોડ્યુસરે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.
દિર્ગદર્શન: ડાયરેક્ટર મીખીલ મુસાલે જેવા ડાયરેક્ટરની ખરેખર ગુજરાતી ફિલ્મોને જરૂર છે તેવું મને આ ફિલ્મ પરથી લાગ્યું. શું ડાઇરેક્શન છે યાર ? એક દમ મજા આવે અને ફિલ્મ એક પણ જગ્યાએ ધીમી પડતી નથી. હા, કોર્ટના સીનમાં સીધ્ધાર્થ રાંદેરીયા કરતાં કોઈ બીજા કલાકારને કાસ્ટ કરવામાં આવ્યા હોત તો વધુ સારું હોત. આમ છતાં અભિનયમાં તો સીધ્ધાર્થ રાંદેરીયા દાદા જ છે.
સ્ટોરી: ક્રાઇમ પેટ્રોલ, સાવધાન ઈન્ડિયા અને સીઆઈડી જેવા પ્રોગ્રામ જોવાના શોખીનોને ફિલ્મમાં વધુ મજા આવશે અને બાકીનાને જો ફિલ્મમાં સમજ હશે તો સમજાશે.
અભિનય: 'રોંગ સાઇડ રાજુ' ફિલ્મનું મુખ્ય પાસું મારા ખ્યાલથી અભિનય છે. કારણ કે ફિલ્મના કોઈ પણ કલાકારનો અભિનય તમે જોઈ શકો. એક પાણીપૂરીવાળાથી લઈને ફિલ્મના લીડ એક્ટર પ્રતિક એટલે કે રાજુ બંબાણી સુધી બધાના અભિનય અદ્ભુત છે. કોઈ પણ પોતાના કેરેક્ટરની બહાર જતું નથી.
પ્રતિક ગાંધી અને જયેશ મોરે ફિલ્મમાં બાપ તો ના કહું પણ દાદા કહી શકું. એક્ટિંગની દ્રષ્ટિએ ફિલ્મના સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી ગજબનું કેરેક્ટર પકડી રાખે છે.
આ સિવાય મૌલિક ચૌહાણ, કવિ શાસ્ત્રી, હેતલ પુનીવાલા, મકરંદ શુક્લ, રાગી જાની, આલોક ગગડેકરના અભિનય પણ સંતોષકારક છે. કોઇની પણ એક્ટિંગ ઓવરએક્ટિંગ નહીં લાગે.
હા, પ્રતિક અને શૈલી મેડમ (કિમબેરલે લુઇસા મેકબેથ) ની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી બહુ જ સરસ છે.
સિનેમેટ્રોગ્રાફી : એક જ શબ્દ 'અદ્ભુત'
મ્યુઝિક: 'સતરંગી રે.. ' રે ઝિંદાબાદ રે અમદાવાદ' 'ગોરી રાધાને કાળો કાન..' ગીતો સાંભળવાની અને જોવાની બહુ જ મજા આવશે. સચિન જિગરની જુગલબંધીને સલામ છે.
ડાયલોગ:
'આમ શું સ્ત્રીઓ સાથે બેસીને ક્યારેય પીધો નથી એટલે કેવી રીતે આમ'
'આઈ વોન્ટ દારૂ'
'તન્મયને ગાડી ચલાવતા નથી આવડતી પણ તન્મયને ઈન્ડિયામાં તરતા તો આવડે છે ને ?'
'મને મેડમ બહુ જ ગમે છે'
'એમ તો મને કેટરીના કૈફ ગમે છે'
'Fast & Furious તો જોયું છે ને ? પેલું ટકલાવાળું ?'
અને ફિલ્મનો છેલ્લો ડાયલોગ
'રાઇટ કામો કરવા માટે ક્યારેક રોંગ સાઇડ લેવી પડે છે'
ફાઇનલ કટ:
ફિલ્મ બહુ જ સરસ છે. ટેક્નીકલી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પહેલી થ્રીલર ફિલ્મ હશે.

0 Comments